Spiritual Gujarati Bookઆ સંસાર આપણને પોસાતો હોય તો કશું સમજવાની આગળ જરૂર નથી અને સંસાર આપણને કંઇ હરકતકર્તા થતો હોય તો આપણે અધ્યાત્મ જાણવાની જરૂર છે.
અધ્યાત્મમાં 'સ્વરૂપ' ને જાણવાની જરૂર છે. 'હું કોણ છું' એ જાણ્યું કે બધા પઝલ સોલ્વ થઇ જાય.
ચિંતા થવા માંડે કે સમજો કાર્ય વધારે બગડવાનું. ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યને અવરોધક છે. ચિંતાથી તો ધંધાને મોત આવે.
કેટલાક તો ધંધાની ચિંતાઓ કર્યા જ કરે છે, એ શાથી ચિંતા કરે છે ? મનમાં એમ લાગે છે કે 'હું જ ચલાવું છું', તેથી ચિંતા થાય છે. 'એ કોણ ચલાવનાર છે' એવું કંઇ સાધારણ પણ, કોઇ પણ જાતનું અવલંબન લેતો નથી. ચિંતા એ મોટામાં મોટો ઇગોઇઝમ છે
આ ક્રોધ, માન, માયા, લોભ એ જ બધી નિર્બળતાઓ છે. બળવાન હોય તેને ક્રોધ કરવાની જરૂર જ ક્યાં રહી ?! પણ આ તો ક્રોધનો જેટલો તાપ છે એ તાપથી પેલાને વશ કરવા જાય છે, પણ જેને ક્રોધ નથી એની પાસે કંઇ હશે ખરુંને ? એનું શીલ નામનું જે ચારિત્ર છે એનાથી જાનવરો પણ વશ થઇ જાય. વાઘ, સિંહ, દુશ્મનો બધા, આખું લશ્કર બધું વશ થઇ જાય.
માનવધર્મ એટલે હરેક બાબતમાં એને વિચાર આવે કે, મને આમ હોય તો શું થાય ? કો'કે મને ગાળ ભાંડી તે ઘડિએ હું એને ગાળ ભાંડુ તે પહેલા મારા મનમાં એમ થાય કે 'જો મને જ આટલું દુઃખ થાય છે તો પછી હું ભાંડીશ તો એને કેટલું દુઃખ થશે !' એમ માની તે માંડવાળ કરે તો નિવેડો આવે. માનવધર્મની પહેલી-ફર્સ્ટ નિશાની આ. ત્યાંથી માનવધર્મ શરૂ થાય છે.
એટલે આ પુસ્તક જ છપાવીને, બધી સ્કૂલો-કોલેજોમાં ચાલુ થઇ જવા જોઇએ. આખું પુસ્તકરૂપે વાંચે-સમજે ત્યારે એમના મનમાં એમ લાગે કે આ બધું આપણે માનીએ છીએ, તે ભૂલ છે આ બધી. હવે સાચું સમજીને માનવધર્મ પાળવાનો છે. માનવધર્મ તો બહુ શ્રેષ્ઠ વસ્તુ છે
જગતનું કામ કરો, તમારું કામ થયા જ કરશે. જગતનું કામ કરશો ત્યારે તમારું કામ એમ ને એમ થયા કરશે ને ત્યારે તમને અજાયબી લાગશે.
મનુષ્ય જ્યારથી કોઇને સુખ આપતો થયો ત્યારથી ધર્મની શરૂઆત થઇ. પોતાના સુખનું નહીં, પણ સમાની અડચણ કેમ કરીને દૂર થાય તે જ રહ્યા કરે, ત્યાંથી કારુણ્યતાની શરૂઆત થાય. અમને નાનપણથી જ સામાની અડચણ દૂર કરવાની. પોતાના માટે વિચારેય ના આવે તે કારુણ્યતા કહેવાય. તેનાથી જ 'જ્ઞાન' પ્રગટ થાય.
No comments:
Post a Comment